સદ્ગુણોની રે સંપત્તિ રે તારી લોભ લાલચમાં, શાને દીધી એને તેં લૂંટાવી
થઈ એમાં તું ખાલીને ખાલી રે, આફતો જીવનમાં એમાં તેં નોતરી લીધી
જીવનમાં દુર્બુદ્ધિ ને દુરાચારમાં અટવાઈ, જીવનની શક્તિ દીધી એમાં તેં લૂંટાવી
ક્ષણમાં ચડીને ઉપર, ક્ષણમાં પટકાઈ નીચે, જીવનની હાલત એમાં તેં બગાડી
અંતરના તોફાનો રહ્યાં એમાં જાગી, એણે તારા જીવનમાં, જીવનમાં તો શંકા જગાવી
ગુમાવી દીધી શક્તિ એમાં તેં તારી, અન્યના આધારની લાકડી, જીવનમાં પડી તારે પકડવી
છાપ સદ્ગુણોની ઉપજાવી ના શક્યો તું, વળશે શું જીવનમાં હવે, ટીલાં ટપકાં તાણી
દુર્ગુણોની જાળમાં દીધો છે પગ તેં ફસાવી, ગોતે છે શાને હવે, લે અન્ય તને ઉગારી
માને છે જીવનમાં તને તું શાણો, પ્રભુ જેવા પ્રભુને પણ તારી બાલીસતામાં દે જે તું હસાવી
ભરી બેઠો છે દુર્ગુણોનો દરબાર જ્યાં, સમજી લેજે આવશે એક દિન, સરકી જાશે અહં તને રડતો મૂકી
પડશે એકલો અટુલો જીવનમાં જ્યાં તું, પડશે નજર ત્યારે ત્યારે, ઉપરવાળા ઉપર માંડવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)