પ્રભુ સતાવ્યો ના જીવનમાં, કદી તેં તો મને, તેં તો મને,
મને સતાવ્યો જીવનમાં, તો મારાને મારા તો કર્મોએ
કર્યો ના કર્યો પ્યાર મેં તો તને, કર્યો પ્યાર ભલે તેં તો મને
કર્યો પ્યાર મેં તો મારા કર્મોને, કર્યો ના પ્યાર કર્મોએ તો મને
જાણી ના શક્યો જીવનમાં હું તમને, જાણી ના શક્યો હું મારા કર્મોને
કર્યો યાદ કે ના યાદ પ્રભુ અમે તને, ભૂલ્યો ના કદી તું તો અમને
દેખાયા ના પ્રભુ જગમાં તમે તો અમને, દેખાયા ના કર્મો પણ અમને
પ્રભુ જીવનમાં તારી અનુભૂતિ મળે, કર્મોની પણ અનુભૂતી મળે
અટક્યો ના સાથ તારો કદી અમને, મળતો રહ્યો સાથ કર્મોનો અમને
કર્મો થકી મળ્યું નરક તો એમને, કર્મો થકી મળશું અમે તો તને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)