માગું માગું તો શું તારી પાસે રે પ્રભુ, આપ્યું જે સંતોષ એનાથી જ્યાં પામ્યો નથી
કેવી રીતે માગું હું તારી પાસે બીજું, આપ્યું તેં તો જે, એ હું જ્યાં સાચવી શક્તો નથી
જીવનની હરેક પળમાં રહે છે તું કહેતો, મારું ચિત્ત એના ઉપર તો જ્યાં જાતું નથી
માગું છું કેવી રીતે, રીત માંગવાની સાચી, કે રીત જાળવવાની સાચી હું જાણતો નથી
માંગવામાંને માંગવામાં જીવનમાં, હૈયું સંકુચિત એવું, મારે જીવનમાં તો માંગવું નથી
માંગવામાં ને માંગવામાં જાય ભુલાઈ જો ભક્તિ, માંગીને મારે દૂર તને રાખવો નથી
મળે ના સુખચેન જો માંગવામાંથી, જીવનમાં તારી પાસે મારે એવું માંગવું નથી
માંગી કે પામી ઢંકાઈ જાય ડાઘ જીવનમાં, ભુંસાયા ના જો ડાઘ, એવું મારે માંગવું નથી
મેળવી કે પામી જે કાંઈ જીવનમાં, જાગે જો દુઃખ અન્યના હૈયાંમાં, એવું મારે માંગવું નથી
હર હાલતમાં જોઈએ છે શક્તિ તારી, મળે પરમ શાંતિ, તારી પાસે બીજું માંગવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)