રહીશ ગાફિલ જીવનમાં જો તું, તારા કર્યાકરાવ્યા પર પાણી ફરી વળશે
આવ્યો સર કરવા શિખરો જીવનના, શિખરો દૂરના દૂર તો રહી જાશે
આવશે તો તોફાનો જીવનમાં, રહીશ ગાફિલ તું એમાં, ઉથલાવી તને તો એ જાશે
અણી વખતે પડીશ જો તું નીંદરમાં, મંઝિલ તારી હાથમાંથી તો એ સરકી જાશે
હર દિશામાંથી દબાણ થાતાં તો રહેશે, દબાણ એના તને તો દબાવી જાશે
મુશ્કેલીએ મુશ્કેલીએ જાશે વધતો આગળ તું જીવનમાં, પારોઠના પગલાં ભરાવી એ જાશે
નીકળ્યો છે જ્યાં જિત હાંસલ કરવા, ઝોળી હારની તું ભરતો તો જાશે
સહન ના કરી શકીશ માર એનો જીવનમાં, વિશ્વાસમાં ત્યાં તું તૂટતો તો જાશે
રહીશ ગાફિલ જેટલો તું જીવનમાં, ભાર જીવનનો એમાં વધતોને વધતો જાશે
રહી રહીને ગાફિલ તો જનમોજનમથી, મુક્તિ તારી દૂરને દૂર તો રહી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)