શરૂ શરૂમાં લાગે બધું નવું નવું, લાગે બધું અઘરું અઘરું
રહેતા રહેતા ને ઘડાતાં ઘડાતાં, બની જાય એ જૂનું ને સહેલું, સહેલું
માનીને અઘરું, કરીએ ના જ્યાં એ શરૂ, થઈ ના શકે એ પૂરું
થઈ જાય એકવાર જ્યાં શરૂ, સમજાય ત્યારે આપણે શું કરવું
કરવા કાંઈપણ શરૂ, હિંમતની હારમાં ના ડૂબી તો જાવું
વિચારોને વિચારોમાં ડૂબી ડૂબીને, થઈ ના શકે જીવનમા કાંઈ શરૂ
કરવામાં શરૂ જો થઈ જાય મોડું, પહોંચવામાં થઈ જાય ત્યાં મોડું
શરૂ શરૂમાં ભલે પડે તકલીફો, સહી એને કર્યું શરૂ ના છોડવું
શરૂ કર્યા પછી રાખવી ના શંકા, રાખીશ શંકા, કેમ કરીને કરવું એને પૂરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)