થઈ ગયા, થઈ ગયા, થઈ ગયા, થઈ હૈયાંમાં ભાવોના નર્તન શરૂ થઈ ગયા
નજરેનજરના મિલન જ્યાં થઈ ગયા, ભાવોના નર્તન, હૈયાંમાં શરૂ થઈ ગયા
મારા વહાલા રે, મળી નજર જ્યાં સાથે તારી, નર્તન ભાવોના શરૂ થઈ ગયા
પ્રભુ જ્યાં તારી નજરોની ગહેરાઈમાં ડૂબ્યા, છલકતા પ્યારના સાગર સ્પર્શ્યા
હૈયાંની ધડકને ધડકન, સાથ ને તાલ તો એમાં દેતા ગયા
ઇચ્છાઓને ઇચ્છાઓ રાસ એની, આસપાસ ને આસપાસ લેતા ગયા
પ્યારની ધમાચકડી હૈયાંમાં મચી, ધડકને ધડકને ભાવ તાલ દેતા ગયા
લાગ્યા આસન હૈયાંના સૂના તમારા વિના, ભાવના સ્પર્શથી એ ઝળકી ઊઠયાં
બનવું હતું એક, બન્યા એમાં જ્યાં અનેક, પ્યારભર્યા તાલ દેવાતા ગયા
નજરમાંથી કે હૈયાંમાંથી સ્પર્શ, દુઃખના તો દૂરને દૂર રહ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)