ઘૂંટાવ્યા પાયાના એકડા જીવનમાં જેણે, જીવનમાં એને તું ભૂલતો ના
તું ભૂલતો ના, તું ભૂલતો ના, જીવનમાં રે એને તો તું ભૂલતો ના
જીવનદાતા તારા એવા માબાપને, રાખ્યો મધ્યબિંદુમાં તને જીવનમાં - જીવનમાં...
બન્યા સહાયભૂત તને રે જીવનમાં, ઉન્નતિના શિખરો ચડવામાં - જીવનમાં...
રહ્યાં સદા તારી દરકાર રાખતાં, રહ્યાં તને સહારો દેતાને દેતા - જીવનમાં...
પ્રેમ તો છે જીવનની શક્તિ, પાયા એવા અમૃતબિંદુ એના પ્રેમને - જીવનમાં...
ઉપકારીના ઉપકાર તળે, આવવું પડે જીવનમાં, ઉપકારીના ઉપકારને - જીવનમાં...
પ્યારભરી મીઠી નજરથી, પ્રોત્સાહિત બન્યો જીવનમાં, એવી મીઠી નજરથી - જીવનમાં...
દુઃખ દર્દના પગથિયાં બન્યા જે, પ્રગતિના પગથિયાં એવા પગથિયાંને - જીવનમાં...
કોઈ શબ્દના બાણ, ખોલી જાય દ્વાર જીવનમાં, માનવા ઉપકાર એના - જીવનમાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)