જનારા તો જાય છે જગમાંથી, જાણે નહીં જગ છોડીને જાય છે ક્યાં
પથ તો છે અજાણ્યો, આવવાનું નથી કોઈ ત્યાં સાથે કે સાથમાં
ચાલ્યા જગમાં, જગના પ્રકાશમાં, પાથરશે કોણ પ્રકાશ એના એ પથમાં
રહ્યાં ને ચાલ્યા, જીવનભર, અવિશ્વાસ ને શંકામાં, પાથરશે શું એ પ્રકાશ એ પથમાં
કર્યા કામો શરૂ, ઘણા ઘણા જીવનમાં, કર્યા કદી પૂરાં, રહ્યાં કદી એ અધૂરા
કરી કોશિશો ઘણાએ ઘણી રોકવા એને, હતું રહેવું તોયે ના એ તો રોકાયા
રમ્યા રમતો ઇચ્છાઓ સાથે જીવનભર, જીવનમાં ઇચ્છાએ ના છૂટી, ના છોડી શક્યા
કરી ચિંતાઓ જીવનભર જેની, એ અહીંનુ અહીં તો છોડી જવાના
કર્યું શું, કર્યું ના શું, કર્યા ના એના વિચારો, એ ત્યારે તો ધસી આવ્યા
નથી કોઈ દિલમાં એની ઇંતેજારી, છે પથ અજાણ્યો, એ પથ તોયે ચાલ્યા જવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)