દિલ ખોલીને રડી શક્યો નથી, દિલ ખોલીને હસી શક્તો નથી
કર વિચાર આનો તું જીવનમાં, કેમ એ તું કરી શક્તો નથી
કરી કંઈક નાદાનિયતો જીવનમાં, આવ્યા પરિણામો એના ઊલટા
રડાવી ગયા એ તો, આવ્યા જ્યાં યાદ મનમાં, મનમાં એ હસાવી ગયા
નાખ્યો બદલો જીવનમાં, કંઈકને રડાવીને, કંઈકની નાદાનિયત પર હસીને
હર વખત કરી કોશિશો, જીવનમાં હસવાની, કર વિચાર, મળી કેટલી સફળતા
ઊંડુંને ઊંડું ઊતરી ગયું જ્યાં આ હૈયાંમાં, ઊતરી ગયું જ્યાં એ રગેરગમાં
કોશિશો નાકામિયાબ રહી, પડયો કરવો સામનો એનો હર વાતમાં
નાદાનિયત ગણું કે નાકામિયાબી ગણું, પડયો ના ફરક જ્યાં એમાં
દિલ ખોલીને હસી શક્તો નથી, દિલ ખોલીનો રડી શક્તો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)