ઓઢાડી દેજે રે એના પર, ઢાંકી દેજે રે એના પર, તું વિસ્મૃતિના ઓઢણાં
સંસ્મરણોને સંસ્મરણો કરી જાય જો દુઃખી, તને જો એ જીવનમાં
પ્રસંગે પ્રસંગે મારીશ ઘા જ્યાં તું અન્યને, ખાતો રહીશ ઘા તું અન્યના
વિચારોને વિચારો સતાવે જ્યાં તને જીવનમાં, આવવા ના દેજે ઘા એના હૈયાં પર
નિરાશાઓ તો મળશે જીવનમાં ક્યારેકને ક્યારેક, જોજે હલાવી ના જાય એ હૈયાંના તાંતણા
તણાઈ ગયા જ્યાં પ્રેમના તાંતણામાં, બાંધી ના જ્યાં સાચી સીમા એની
પશ્ચાતાપના તાપને તપવા ના દેતો જીવનમાં એટલો, સૂકવી જાય જીવનરસ એમાં
વિષાદોની રાખ નીચે જલશે જ્યાં વિષાદોનો અગ્નિ, જલવા ના દેતો એને એટલો
જોજે જલાવી ના જાય, એમાં એ તો જીવન તારું
મળશે જીવનમાં કારણો અસંતોષના ઘણા, જલાવી જાય જો એ જીવન તારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)