એમાં કોણ ગુનેગાર છે, એમાં કોણ ગુનેગાર છે
ગુન્હો કરનાર ગુનેગાર છે, કે ગુન્હો કરાવનાર ગુનેગાર છે
ના જોનાર, કે ના વિચાર કરનાર, શું ગુનેગાર નથી
સંજોગો ઉપર નાખ્યા દોષ જીવનમાં તો સહુએ, શું સંજોગો ગુનેગાર છે, આધીન બનનાર ગુનેગાર છે
મન હતું સહુની પાસે, મનને નમી જનાર ગુનેગાર છે, કે સંજોગોનો દોષ કાઢનાર ગુનેગાર છે
સંગીતના સૂરો રેલાવી રહ્યાં સંગીત, ના ડોલનાર ગુનેગાર છે, કે બેતાલ સંગીત ગુનેગાર છે
નજર જોવાની એ તો જોવાની, ના જોવાનું જોનાર ગુનેગાર છે, કે એવું દૃશ્ય ગુનેગાર છે
થયા ને કર્યા કર્મો શરીર થકી, શું શરીર ગુનેગાર છે, કે એમાં રહેલી વૃત્તિ ગુનેગાર છે
હતો તેજ પૂર્ણ પ્રકાશી તો જગમાં, આંખ બંધ રાખનાર ગુનેગાર છે, કે પ્રકાશ ગુનેગાર છે
જિંદગીભર કરી નાદાનિયત જીવનમાં, એ કરનાર ગુનેગાર છે, કે શું જિંદગી ગુનેગાર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)