ના કોઈ એને મૂલવી શકશે, ના કોઈ એને મૂલવી શકશે
લક્ષ્મણના અનોખા બંધુપ્રેમો, જીવનમાં ના કોઈ મૂલવી શકશે
ભરતના અનોખા બંધુભાવને, જગતમાં ના કોઈ મૂલવી શકશે
સુદામાંના અનોખા સખા ભાવને, જગતમાં ના કોઈ મૂલવી શકશે
વિદુરના અનોખા ભક્તિ ભાવો, જીવનમાં ના કોઈ મૂલવી શકશે
જશોદાના વાત્સલ્ય ભાવને, જગતમાં ના કોઈ મૂલવી શકશે
હનુમાનના અનોખા સેવા ભાવને, જગતમાં ના કોઈ મૂલવી શકશે
રાધાના પૂર્ણપ્રેમને જીવનમાં, જગતમાં ના કોઈ મૂલવી શકશે
બાળકોના વિશુદ્ધ પ્રેમને, જગતમાં ના કોઈ મૂલવી શકશે
માતાના વિશુદ્ધ માતૃભાવને, જગતમાં ના કોઈ મૂલવી શકશે
શબરીના પ્રતિક્ષાના પૂર્ણભાવો, જગતમાં ના કોઈ મૂલવી શકશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)