સાદાઈની છે એની રે અનોખી શોભા, શણગારની તો છે એની અનોખી શોભા
કેળવી હશે જોવાની જો દૃષ્ટિ સાચી, દેખાશે જગમાં બધે સુંદરતાને સુંદરતા
કાંટાની પણ છે એની રે શોભા, ફૂલની પણ છે એની અનોખી શોભા
કાળાની પણ છે એની રે શોભા, ગોરાની પણ છે એની રે અનોખી શોભા
ભોળાપણની પણ છે એની રે શોભા, મર્યાદિત લુચ્ચાઈની પણ છે એની રે શોભા
કુટીલતાની છે એની રે શોભા, સરળતાની પણ છે એની અનોખી શોભા
મંદિરમાંની મૂર્તિની છે એની રે શોભા, હૈયાંમાં વિરાજતી પ્રેમની મૂર્તિની છે એની રે શોભા
મહેલની પણ છે એની અનોખી શોભા, ઝૂંપડીની પણ છે એમાં તો અનોખી શોભા
પાતળાની પણ છે એની રે શોભા, જાડાની પણ છે એની રે એવી શોભા
સૂરને સૂરાવલીની છે એની રે શોભા, ગુનગુનાવવાની પણ છે એની અનોખી શોભા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)