ના જાણું, ના જાણું, ના જાણું રે જીવનમાં, ના કાંઈ હું જાણું રે
જાણે ને માને સહુ, જાણે જાણું જીવનમાં હું તો બધું
મારું મનડું તો જાણે, કે હું કાંઈ ના જાણું રે
પહેરું વાઘા ભલે જાણકારીના, સમય ને સંજોગ બનાવી દે રે જીવનમાં
સમજાય થોડું, દેખાવ કરું સમજવાના, પરંતુ મનડું મારું તો જાણે
કર્યા ઢોંગ ઘણા જાણકારીના, ટક્યા ના જાણકાર સત્ય સમજી ગયા એ
ઢોલ પીટયા મારી જાણકારીના, પોલું ઢોલ બોલ્યું ઘણું, સમજાઈ ગયું ત્યાં
ટક્યા નથી દાવા કોઈના જાણકારીના, નથી ટકવાના માર આખર સમજાશે
જાણકાર નથી કોઈ બોલ્યા, મંદ મંદ હાસ્ય એનું, પુરાવી ગયા સૂર જાણકારીના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)