વિચારોને વજન હોતું નથી, વિચારોના બોજા નિચે દબાયા વિના કોઈ રહ્યાં નથી
દબાયા જ્યાં એની નીચે એકવાર, માથું જલદી ઊચું કરી શક્તા નથી
દિશાઓ વિચારોની ને વિચારોની બદલાતી રહી, અસર એની લાવ્યા વિના રહેતી નથી
છોડવા હોય વિચારો, વિચારો જલદી છૂટતા નથી, વિચારો વિના રહી શક્તા નથી
શક્તિ ભરી છે વિચારો ને વિચારોમાં, ખેંચ્યા વિના અને દૂર રાખ્યા વિના રહેતા નથી
હલાવી ના શક્યા જીવનમાં કોઈ જેને, વિચારો એને હલાવ્યા વિના રહેતા નથી
પળે પળે સમજાય છે જીવનમાં, અગત્યતા જીવનમાં તો વિચારોની
ધાર્યું કરી શકે જે વિચારો જીવનમાં, પરિણામ ધાર્યું લાવ્યા વિના એ રહેતું નથી
ટકરાય વિચારો જ્યાં વિચારો સાથે, અસમતુલા જગાવ્યા વિના એ રહેતા નથી
છે ખોરાક વિચારો તો માનવનો, સુદઢ કે નબળો, બનાવ્યા વિના એને એ રહેતો નથી
મળે દિશા સાચી વિચારોને જ્યાં જીવનમાં, પ્રભુના ચરણમાં પહોંચાડયા વિના એ રહેતો નથી
ભેળવી જ્યાં ઇચ્છાઓને ઇચ્છાઓ જ્યાં વિચારોમાં, ભારી બનાવ્યા વિના એ રહેતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)