દૂર નથી, તમે દૂર નથી, તને દૂર રાખ્યા વિના અમે રહ્યાં નથી
તને ગોતવાના ફાંફાંના બહાના કાઢયા ઘણા, દાનત અમારી જ્યાં સાચી નથી
હોતે દાનત જીવનમાં જો સાચી અમારી, તૈયારી પૂરી કર્યા વિના રહેવાના નથી
તું કેવો હશે, ક્યાં હશે, સાચા દિલથી એ જાણવાની કોશિશ કદી કરી નથી
કથીરને કુંદન સમજી, દોડયા જીવનભર એની પાછળ, એ ભૂલ કાંઈ તારી નથી
ચાહતાને ચાહતા રહ્યાં જીવનભર મહેરબાની તારી, લાયક એવા અમે તો બન્યા નથી
જીવનભરની દોડાદોડીમાં કમી અમને સમજાણી નથી, એ ભૂલ તો કાંઈ તારી નથી
જીવનભર ખચકાતાને ખચકાતા રહ્યાં અમે, કારણ એના અમે કદી તો ગોત્યા નથી
સમજાયું જે અમને, ગણ્યું સાચું એને અમે, પસ્તાવા વિના રહ્યાં નથી, એ ભૂલ કાંઈ તારી નથી
ચરણે ને શરણે રાખવા છે તું અમને, અમે આવ્યા નથી, એ ગુનો તો કાંઈ તારો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)