પાર વિનાના પારખાં લીધા તેં તો પ્રભુ, પડશે તોયે અમારે તો દેતા રહેવાનું
જીવનમાં આ તો ચાલતું રહેવાનું, આ તો ચાલતું રહેવાનું, આ તો ચાલતું રહેવાનું
દુઃખ ચાહતું નથી જીવનમાં કોઈ, દુઃખ જીવનમાં આવતું રહેવાનું, આ તો ચાલતું રહેવાનું
ચડતીને પડતી તો છે ક્રમ જીવનનો, જીવનમાં એ ક્રમ તો આવવાનો, આ તો ચાલતું રહેવાનું
ભૂલો પોતાની ઢાંકવા કરશે કોશિશો તો સહુકોઈ જીવનમાં જીવનભર, આ તો ચાલતું રહેવાનું
ધારણાને ધારણા બહાર જીવનમાં તો બનતુંને બનતું રહેવાનું જીવનમાં, આ તો ચાલતું રહેવાનું
જીવનમાં વિવિધ વૃત્તિઓના તમાશા થાતાને થાતા રહેવાના જીવનમાં, આ તો ચાલતું રહેવાનું
જીવનના તાલ સાથે, મળશે ના જો તાલ જીવનના, ફેંકાઈ જાશે જીવનમાં, આ તો ચાલતું રહેવાનું
ઇચ્છાઓને ઇચ્છાઓ છૂટશે ના જ્યાં, પડશે તણાવું એમાં તો જીવનમાં, આ તો ચાલતું રહેવાનું
અટકશે કોણ ક્યાં ને ક્યારે જીવનમાં, નથી કાંઈ એ તો જાણી શકાવાનું, આ તો ચાલતું રહેવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)