જીદ, જીદ ને જીદની જીદેજ તો, તારા જીવનની બરબાદી સરજી
ગમ્યા ફૂલો ઘણા જીવનમાં તો તને, જોઈએ ઊગવા બધા આંગણિયામાં તારા
આવી જીદ શા કામની, આવી જીદ શા કામની ...(2)
બનાવ્યા વિના આંગણિયાને વિશાળ, બધા પુષ્પો ખીલે તારા આંગણિયામાં
જીદને બનાવી દીધું જ્યાં અંગ તેં તારું, મળશે કુરસદ ક્યાંથી, સાચું ખોટું સમજવાની
હોય ના જો જીદમાં, સચ્ચાઈનો રણકો, હોય જો એમાં અહં ભારોભાર ભરેલો, આવી
જીદથી ભરેલો છે ઇતિહાસ તો જગનો, છે ઇતિહાસ તો જીદથી ભરેલી કહાનીનો
એકલદોકલ જીદ ભલે સંતોષાણી, થઈ નથી જીદ જગમાં બધાની બધી પૂરી
ફળ ના એ તો આપી શકે, જીદ તો જ્યાં વાસ્તવિક્તાની ભૂમિકા વીસરાણી
દેતા સાથ જાશે સહુ કોઈ જગમાં અટકી, જીદ તો જ્યાં જાહેરમાં તો આવી
પ્રભુમિલન કાજે, જગમાં તો આવી જીદ સહુ કોઈએ ત્યારે તો એને વખાણી
જ્યાં બે જીદ જીવનમાં સામસામી ટકરાણી, મારામારી જરૂર ત્યાં સરજાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)