Hymn No. 5719 | Date: 21-Mar-1995
|
|
Text Size |
 |
 |
એજ તો છે ધરતી, છે એજ આસમાન, રહ્યાં છે એજ સાગરમાં ઊછળતા પાણી તોયે સમજાતું નથી રે જગમાં, બદલાઈ શાને ગયો છે રે આજ તો માનવી હતા માનવ ત્યારે તૈયાર સત્ય કાજે, દેવા પ્રાણ ત્યાગી, આજે પ્રાણને કાજે દે છે સત્ય ત્યાગી એજ સૂર્ય વહાવી રહ્યો છે કિરણો, પામી રહ્યો છે માનવી, એજ તેજ વાયુને પારખ તોયે સમજાતું નથી રે જગમાં, બદલાઈ ગઈ છે માનવીની શાને મનોવૃત્તિ રહ્યો હતો ને રહ્યો છે, સગાંવ્હાલાં ને સાથીઓથી વિંટાયેલો માનવી સુખદુઃખથી ભરેલા હતા હૈયાં ત્યારે પણ, નથી મુક્ત એમાંથી આજે તો માનવી લોભલાલચની રમત રમ્યા ત્યારે પણ માનવી, વટાવી ગયો છે માઝા આજનો માનવી દિવસ, રાતને ઋતુ હતી ત્યારે પણ, નથી એમાં પણ થઈ કાંઈ તો બદલી એવાજ હાથ પગ અને અન્ય અવયવો, ધરાવી રહ્યો છે આજનો રે માનવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|