રહેતો ના જીવનમાં તું એવા ખોટા રે ભ્રમમાં, પ્રભુ કરશે એ ક્યાંથી
પ્રાર્થના પ્રભુએ જ્યાં સાંભળી નથી તારી, સાંભળશો ગાળો ક્યાંથી એ તારી
આ વિચારે હૈયાંમાં હિંમત હોય જો જગાવી, હૈયાંમાં હિંમત એમાં આવી ભારી
પ્રશંસા સાંભળવાની છે આદત સહુની જાણીતી, વિરુદ્ધ વાતો સામે દે આંખ આડા કાન ધરી
મળ્યા ના ફળ પ્રશંસાના કાંઈ પણ, કાઢશે ફુરસદ ગાળો ને ફળ આપવાની ક્યાંથી
ક્યાંથી ક્યાંથી સમજી લેતો ના પરવાનો, અજાણી દિશામાંથી આવી પડશે એ ક્યાંથી
લાગે છે ફળ આપતા વાર ભલે પ્રાર્થનાને, ગાળો ફળ દે છે જલદી મર્યાદા ભુલાવી
ફળ વિનાની નથી પ્રાર્થના રહેતી, નથી ગાળો રહેતી, છે સમજવું આ તો જરૂરી
બંનેના ફળોથી તો છે ઇતિહાસ ભરેલો, જોજે ફુરસદે ઇતિહાસ જરા ઊથલાવી
સમજશો સાચી રીતે જીવનમાં જ્યાં પ્રભુને, બની જાશો તમે એના સાચા પૂજારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)