કોણ કરે, ક્યાંથી કરે, કેમ કરે, પ્રભુ તારી ઇચ્છા વિના જ્યાં કાંઈ ના બને
શું થાશે, શું નહીં, કેમ થાશે, કેમ નહીં, માનવ ચિંતા તો કરે ને કરે
આ બધું જાણવા છતાં પણ, માનવ તો જીવનમાં ભુલાવામાં પડે ને પડે
ધરી ધરી ખોટા વિચારો ને ખોટા ખયાલો, હૈયે દુઃખ દર્દમાં માનવ સરે ને સરે
પ્રાણ વિનાના તનડાંમાં જ્યાં પ્રાણ પ્રવેશે, તનડું ત્યાં તો કામ કરે ને કરે
જાણી જાણીને બધું જીવનમાં, માનવ જ્યાં અજાણ્યો બને, પ્રભુ ત્યાં તો શું કરે
કર્તાને કર્તા રહ્યો છે જગમાં તું તો પ્રભુ ગર્વ એનો ના તું ધરે, માનવ એના ગર્વમાં ડૂબે
માનવ તો બધું આગળને પાછળ ઠેલતો રહે, પ્રભુ તારા ન્યાયમાં દેર તું ના કરે
દીધી માનવને તેં બુદ્ધિ, કાર્ય કરવાની શક્તિ, પ્રભુ દોષનો ટોપલો તારા પર ઢોળે ને ઢોળે
કહ્યાં વિના પણ પ્રભુ, બધું તું તો કરેને કરે પ્રભુ કહેવાની જરૂર તને ના પડે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)