ના એવી વાતોમાં તું આવી જાતો, ના એવી વાતોમાં તું લોભાઈ જાતો
ધરશે રૂપો લોભામણાં એ તો અનેક, ના એમાં તો તું છેતરાઈ જાતો
ડગલેને પગલે નાંખશે રૂકાવટ એ તો, ના એમાં તો તું અટકી જાતો
બનાવશે આકુળ વ્યાકુળ તને એમાં એ તો, ના આકુળ વ્યાકુળ તું બની જાતો
ઘા ઉપર ઘા મારતા રહેશે તને એ તો, મારગ તારો ના એમાં તું ચૂકી જાતો
જીવનમાં પરમ લક્ષ્યને ગણજે પ્રિય તારું, ના બીજું કાંઈ પ્રિય તું ગણી લેતો
છે જીવનમાં તો પ્રભુ એક જ તારા, જીવનમાં આ ના કદી તું ભૂલી જાતો
વગર મફતના દુઃખ દર્દ જીવનમાં શોધી ના ડુંગર એના તું ખડકી દેતો
ચૂકી ચૂકી જગમાં ચૂક્યો ઘણીવાર તું, ચૂકીને હવે આવાગમન તારું ઊભું કરી ના દેતો
પરમ લક્ષ્યમાં તો છે પરમ હિત તો તારું, સાધવું એને ના તું ચૂકી જાતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)