પ્રકાશ પ્રકાશને તો જોઈ શક્તો નથી, અંધારાને અંધારાનો અનુભવ હોતો નથી
સૂર્યે અંધારું કદી જોયું નથી, અંધારાને સૂર્યની કલ્પના પણ હોતી નથી
સમર્થ સાથે પનારો પાડવા, બનવું પડશે કાં સમર્થ, કાં નમ્યા વિના છૂટકો નથી
માણવા મીઠાશ પ્રેમસાગરની, કડવાશ હૈયાંની છોડયા વિના છૂટકો નથી
સમજમાં જાગે જ્યાં ભારે ગોટાળો, તપાસ કર્યા વિના એનો, કાંઈ છૂટકો નથી
પ્રકાશ અને અંધારું તો છે સ્થિતિ, અનુભવ વિના તો બીજું એ કાંઈ નથી
છે નો અનુભવ થચો નથી કરાવશે, નથીનો અનુભવ છે આપ્યા વિના રહેતો નથી
દુઃખ દર્દ તો છે અભાવની સ્થિતિ, એ ભાવમાં ગયા વિના અનુભવ થાતો નથી
હરેક ભાવો તો છે એની સ્થિતિ, એ ભાવના સાથ વિના અનુભવ એનો થાતો નથી
પ્રભુ તો છે પૂર્ણ સ્થિતિ, સ્થિતિ એ પામ્યા વિના પ્રભુ તો કાંઈ મળતાં નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)