છલકાય છે, છલકાય છે, આંખથી આંસુ એવા તો છલકાય છે
દુઃખ દર્દ નાંખી બેઠાં છે હૈયાંમાં એવા ધામા, જાવાનું નામ જાણે ના લે છે
કઠણ હૈયાંને બનાવી ગયા કૂણું, વાત વાતમાં હાજરી એની આંખમાં નોંધાય છે
કરુણા એને ગણી, કર્યો બચાવ મેં મારો, છેતરામણી હૈયાંમાં એની થાય છે
વાતે વાતે હલાવી જાય છે દુઃખ હૈયાંને, અવસ્થા એની એ તો બોલી જાય છે
જીવન નથી કાંઈ આંસુનું આંગણું, આંગણું તોયે એને એ તો બનાવી જાય છે
સંજોગો તો છે જીવનની કહાની, હૈયું એમાં તો જ્યાંને ત્યાં તો તણાય છે
મુખ પર તો હાસ્યની રેખાઓ, જીવનમાં મુખ પર કિનારા છોડી જાય છે
કાબૂ ના મેળવી શક્યા જ્યાં એના ઉપર, ગણીને કર્મો, આશ્વાસન મેળવાય છે
દર્દ સાથે છે એ ઘણા સંકળાયેલાં, કદી હર્ષને પણ જીવનમાં એ આવકારી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)