એ શા કામનું, એ શા કામનું જીવનમાં, તો એ શા કામનું
હોય પાસે તો બધું, અણી વખતે જો એ કામ ન આવે - તો...
જ્ઞાનનો ભંડાર હોય પૂરો, અનુભવમાં જો ના એને ઉતાર્યું - તો...
હોય શક્તિ પાશે જો પૂરી, હિંમતમાં જો દેવાણું તો કાઢયું - તો...
જીવનને ઘણું ઘણું સંભાળી રાખ્યું, અહંના છાંટણામાંથી છંટાયું - તો...
પ્રેમથી રાખ્યું હૈયું ભર્યું, સમય ઉપર જો એ વેરમાં તણાયું - તો...
વળતર વિનાનું વળતર મળ્યું, કર્યું ના ગળતર બંધ જો એનું - તો...
જગભરના હિસાબ જોયા ને લીધા, ખુદના જોવા જો બાકી રાખ્યું - તો...
જાગ્યા ભાવ મદદ કરવા અન્યને, હૈયું એમાં તો જો ખચકાયું - તો...
મફતનું જીવનમાં જો મળ્યું, આંકી ના કિંમત એની, ધૂળ નીચે જ્યાં એ દટાણું - તો...
માનવ જીવન જેવું મહામૂલું જીવન મળ્યું, પ્રભુદર્શન વિના રાખ્યું એને અધૂરું - તો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)