ડંકા ઘડિયાળના પડતાને પડતા જાય છે, કહેતા એ જાય છે, સમય ના કોઈથી રોકાય છે
ચેતવતા એ તો જાય છે, જાગૃત રહે જે જીવનમાં, જીવનમાં એને એ તો સંભળાય છે
આળસમાં તો જે સૂઈ જાય છે, જીવન જાગૃતિના ફળ એ ગુમાવતા જાય છે
બેદરકાર સમયમાં જે રહી જાય છે, સ્થિરતા જીવનમાં એ ગુમાવતાને ગુમાવતા જાય છે
ડંકા જાગૃતને જાગૃત તો કરતા જાય છે, જાગૃતિ વિના જીવન એ જીવન ના કહેવાય છે
રાખજો જાગૃતિ હરકાર્યમાં જીવનમાં, જીવનમાં એ વિના તો ના કાંઈ મેળવાય છે
ડંકા વાગી વાગીને સદા એ કહેતાં જાય છે, સમય તો જગમાં વીતતોને વીતતો જાય છે
અણી સમયે તો ના મુરત જોવાય છે, ઝડપ્યો સમય જીવનમાં જે, એ મુરત ગણાય છે
કાળને કાળની ગણતરી સમયમાં તો થાય છે, ડંકા વાગી વાગી એ કહેતાં જાય છે
કરજે બધું તું સમયમાં ને સમયમાં, કરશે ના જે એૅ જીવનમાં, જીવનમાં એ પસ્તાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)