જોઈએ છે જીવનમાં તને તો જે, મેળવવું પડશે એ તારેને તારે
નબળી કડીઓને ફેંકી દે તું હૈયાંમાંથી, યાદ રાખ, જગમાં બળિયાના બે ભાગ છે
પ્રેમ જેવું બળ નથી જગમાં કોઈ બીજું, કરવું પડશે બધું એ તો પ્રેમથી તારે
મેળવ્યા વિના રહેવું નથી જ્યારે, વિચારોમાં તો દૃઢ રહેવું પડશે તોરેને તારે
સ્થિરતા વિના મળશે ના જીવનમાં કાંઈ, સ્થિર રહેવું પડશે મનથી તો તારને તારે
હોય ના યોગ્યતા એમાં જીવનમાં તો તારી, કેળવવી પડશે યોગ્યતા તો તારેને તારે
નબળો માટી બૈરી ઉપર શૂરો, ઢાંક્યા, નબળાઈ શૂરાતન દેખાડવાનું નથી કાંઈ તારે
કરી સહન આપવી માફી, માંગશે શક્તિ તારી, પડતો ના પાછો જીવનમાં એમાં તું ત્યારે
જોઈએ છે જગમાં બધું તો બધાને, રહ્યો નથી બાકી જગમાં એમાં તું તો જ્યારે
મેળવી મેળવી થાક્યો નથી તું જગમાં, મેળવવા તૈયાર થયો છે જીવનમાં તું જ્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)