જીવન તણા આ પ્રકાશમાં, અંધારું આ તો શાનું છે, અંધારું આ તો શાનું છે
લાગી ગયો છે એવો કેવો ડાઘ એને, અંધારું એનું તો પથરાયું છે
જીવનના ચમકતા પાસાઓ ઉપર, કઈ ચીજો ઘસરકા તો પાડી ગયું છે
જીવનમાં પહેલ ઊપર, આ પડછાયો એનો તો શાનું પાડી ગયું છે
જોઈ રહ્યો છે રાહ શું તું સૂર્યતાપની, કે જીવનની કાળપ છવાઈ ગઈ છે
જીવનમાં કયા રાહુ કેતુએ, જીવન સાથે, ગ્રહણની લીલા તો માંડી છે
ગોતવું પડે છે જીવન તેજને જીવનમાં, શું એટલું બધું એ તો ઝાંખું છે
અંજાઈ ગયો છે શું અન્ય તેજમાં, તેજ ખુદનું એમાં અંધારું બની ગયું છે
અંધારે અંધારે ભટકવાની ગઈ છે પડી આદત, તેજ એમાં શું વીસરાઈ ગયું છે
છે શોધ જીવનમાં તો પરમ પ્રકાશની, અંધારાને ના એમાં તો સ્થાન છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)