જમાના તો ભલે બદલાયા છે, શબ્દો ભલે જુદાને જુદા વપરાયા છે
માંગણીઓ તો એની એજ રહી છે, ઇચ્છાઓ બધી અમારી પ્રભુ પૂરી તો કરો
કદી ના એ તો અટકી છે, સદા સહુને એ તો સતાવતીને સતાવતી રહી છે
રંગરૂપો ભલે બદલાયા છે, બઘા નીતનવા પહેરાવતા એને તો આવ્યા છીએ
નાની નાની ગણાવી તો એને, એની પાછળને પાછળ ઘૂમતાને ઘૂમતા રહ્યાં છીએ
અલિપ્તતાના સ્વાંગ સજીએ ભલે અમે, લિપ્ત એમાં થાતા આવ્યા છીએ
લાવી ના શક્યા અંત ઇચ્છાઓનો, શબ્દો પ્રાર્થનામાં બદલતા આવ્યા છીએ
વધારીને વધારીને ઇચ્છાઓનું પૂંછડું, એમાંને એમાં તો બંધાતા આવ્યા છીએ
પ્રભુના અંતિમ લક્ષ્ય એમાં તો રહ્યા, પ્રભુને ખાલી ઇચ્છાઓનો ભંડારી બનાવી દીધો
પૂર્ણતાની કેડીના પગથિયાં ઉપર, એમાં તો ત્યાં, ઇચ્છાઓનો બંધ બાંધી દીધો
ઇચ્છાઓ જ્યાં અટકી, માંગણીના બંધ છૂટયા વિશાળતામાં પ્રવેશ મેળવી લીધો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)