મૂંઝાયો છું જીવનમાં તો જ્યાં, હું અતિને અતિ
સૂઝતું નથી રે કાંઈ જીવનમાં, સૂઝતું નથી રે કાંઈ
ચિંતાઓના વાદળમાં, દોરાઈ ગઈ છે જ્યાં મારી મતિ
પડયા છે નજરો પર પડદા જ્યાં, ઉંચક્યા જ્યાં નજર પરથી નથી
પ્રેમતણી ભૂલ્યા જીવનમાં જ્યાં વાટ, સાચી વાટ જ્યાં મળી નથી
અહંતણા પડદાને, જીવનમાં તો જ્યાં ચીર્યા નથી
ઇચ્છાઓને ઇચ્છાઓના રચી વર્તુળો, એમાં રચ્યા-પચ્યા વિના રહ્યાં નથી
ખોટીને ખોટી તાણોમાંથી જીવનમાં, જાતને જ્યાં બહાર કાઢી નથી
ખોટા તેજોમાં જીવનમાં તો જ્યાં, અંજાયા વિના તો રહ્યાં નથી
વેરને વેરમાં સદા રાચ્યા જીવનમાં, વેર તો હૈયેથી જ્યાં છૂટયું નથી
અસંતોષની આાગમાં રાખ્યું હૈયું સદા બળતુંને બળતું કદી એને બુઝાવ્યું નથી
દુઃખ દર્દે નાંખ્યા ધામાં જીવનમાં જ્યાં, પીછો જ્યાં એ છોડતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)