રહીએ પોકારતાં અમે તો તને રે પ્રભુ, થાક અમને તો લાગી જાય
સાંભળતોને સાંભળતો રહે અમને રે તું તો, તું તો થાકે ના એમાં જરાય
રીત તારી આવી રે પ્રભુ, અમને તો મૂંઝવતી જાય
રીત તારી આવી રે પ્રભુ, અમને તો ના સમજાય
જવાબદારીના નામ ઉપર, રહીએ બેજવાબદાર જીવનમાં અમે તો સદાય
તને લાગે ના વળગે જગમાં, તોયે જવાબદારી તારી, તું ભૂલે ના જરાય
કરીએ વાતો ભલે અમે મોટી મોટી, આચરણમાં તો હોય મીંડુ સદાય
કરે ના વાત તો તું તો કાંઈ, તારા આચરણમાં હોય ના ખામી જરાય
કરીએ વ્યાખ્યા પ્રેમની અમે મોટી મોટી, હોઈએ પ્રેમથી દસ ગાઉ દૂર સદાય
તારા નયનોમાંથી વહે સદા પ્રેમની ધારા, તારા પ્રેમમાં ખામી હોય ના જરાય
કરીએ ના કાંઈ જીવનમાં અમે પૂરું, કરીએ આક્ષેપો તારા ઉપર તો સદાય
હસતોને હસતો સહી લે તું તો બધું, કરે ના આક્ષેપ અમારા ઉપર જરાય –
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)