એક એક કરતા, મુખ પરના ડાઘ તારા, તું સાફ કરતો જાજે
લઈને મેલું મુખડું રે તારું, પ્રભુ સામે તું કેમ કરીને ઊભો રહેશે
તારાને તારા કર્મો છે મુખડું તારું, તારેને તારે સાફ એને કરવા પડશે
કરશે ના સાફ કોઈ બીજા એને, તારેને તારે સાફ એને કરવા પડશે
કરીશ જ્યાં સાફ જીવનમાં તું એને, મુખ પર પ્રકાશ એનો તો પડશે
તારા મુખ પરનું તેજ, તને ને અન્યને જરૂર પ્રકાશ એ તો આપશે
કરવા સાફ દોડી ના જાજે ઉપાય સહેલા, તને મોંઘા એ તો પડશે
ધરી ધીરજ અપનાવજે ઉપાય તું સાચા, ડાઘ સાફ થાતા તો જાશે
છે આ બધું હાથમાં તો તારાને તારા, મક્કમતાની જરૂર એ તો માંગશે
સાફ મુખડું, સાફ તારું અંતર જીવનમાં, અજવાળાં એ તો પાથરશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)