લેણ દેણ વિના, ના કોઈ કોઈને જીવનમાં તો મળ્યું
કોણ આવ્યું રે જીવનમાં, શું એ લઈ ગયું, શું એ દઈ ગયું
લેણ દેણના ચોપડા વિના, હિસાબ પતાવી ગયું, કે નવા ઊભા કરી ગયું
કોઈ આવી પ્રેમના તાંતણે બાંધી ગયું, કોઈ આવી ઉપાધિ પીરસી ગયું
આવ્યા ઓચિંતા, પડયા વિખૂટા ઓચિંતા, કારણ એનું ના જડયું
ના કોઈ જીત્યું, ના કોઈ હાર્યું, લેણદેણ પૂરી તો સહુ કરી ગયું
લેણદેણની રીત રહી સહુની જુદી, એ પ્રમાણે તો એ વર્ત્ય઼ું
કોઈએ માફી દીધી, કોઈએ માફી માંગી, ખાતું સહુએ નવું ખોલ્યું
કોઈએ સેવા કરી, કોઈએ સેવા લીધી, ખાતું લેણદેણનું સરભર કર્યું
હતા કોઈના ખાતા લાંબા લાંબા, પતાવવા એને એ લાંબુ ટક્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)