Hymn No. 6314 | Date: 17-Jul-1996
|
|
Text Size |
 |
 |
તોડ હવે તું તોડ, તોડ હવે તું તોડ, તારી સંકુચિતતાના સીમાડા, હવે એને તું તો તોડ બંધાઈ રહ્યો છે અનેક બંધનોથી તું જીવનમાં, બંધનોની શૃંખલાને હવે તો તું તોડ બંધન એ તો બંધન છે, બંધનોના બંધનોને, જગમાં હવે એને તો તું તોડ રેશમની હોય ભલે દોરી, કે હોય લોખંડની કડી, બંધનોના બંધનને હવે તો તું તોડ મોહનિંદ્રામાં ઘેરાયેલો છે તું, છોડ જીવનમાં એને, એના બંધનોને હવે તો તું તોડ માયા મમતાના બંધનોને તું છોડ, જીવનમાં એના બંધનોને હવે તો તું તોડ દુઃખ દર્દને રહીશ ક્યાં સુધી તું વાગોળતો, એની યાદોને હૈયાંમાંથી હવે તો તું તોડ ખૂબ રાચ્યો વિતંડાવાદમાં તો તું જીવનમાં, હવે એવા વિતંડાવાદને તો તું તોડ મળી હોય ભલે ઘણી નિરાશાઓ જીવનમાં, હૈયેથી હવે નિરાશાઓના તંતુઓને તું તોડ ફર્યો ભવોભવના તો ફેરા ઘણા ઘણા, હવે આ જીવનમાં ભવોભવના ફેરાને તો તું તોડ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|