અંતરમાં ઊંડે ઊંડે, મારામાં હું તો બેઠો છું, મારામાં મારી રાહ જોતો હું તો બેઠો છું
મારું હું કેમ કરીને ડૂબકી તો અંદર, ભાર જ્યાં ખોટોને ખોટો હું તો સંઘરી બેઠો છું
ફેકુંને ફેકું તો જ્યાં ભાર થોડો, ભાર બીજેને બીજો તો જ્યાં હું તો ચડાવીને બેઠો છું
મળવાને ઉત્સુક છું હું તો મને, હું તો મારીને મારી રાહ જોઈને તો જ્યાં બેઠો છું
ચાલ્યો છે પુરુષાર્થ મારો મને મળવાને, આપણી મુલાકાતની રાહ જોઈને હું તો બેઠો છું
છે સ્થાયી વાસ મારો તો જ્યાં, મારી છાયાને બહાર ફરતોને ફરતો, જોતો હું તો બેઠો છું
મન તો છે છાયા તો મારી, આવે એ તો પાસે તો મારી, રાહ એની જોઈને હું તો બેઠો છું
બંધન વિનાનો એવો તો હું, મારીને મારી રાહનું બંધન સ્વીકારી, રાહ જોતો હું તો બેઠો છું
મારી છાયાના વર્તનના આંચકા ને આનંદ, સહન કરતો, રાહ જોતો, એની હું તો બેઠો છું
વીત્યો સમય કેટલો, રાહ જોઈ કેટલી, પૂછશો ના મને, હું રાહ મારીને મારી જોતો બેઠો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)