કરવા નીકળ્યા હતા જીવનમાં રે શું, જીવનમાં તો શું કરી આવ્યા
નીકળ્યા હતા તરવા સંસારસાગરને, સંસારનો કાદવ ઘસડી આવ્યા
નીકળ્યા હતા અપનાવવા સહુને, જગને તો વેરી બનાવી આવ્યા
નીકળ્યા હતા સુખની શોધમાં જીવનમાં, દુઃખ દર્દને દાવત તો દઈ આવ્યા
નીકળ્યા કરવા સાર્થક આશાઓને જીવનમાં, નિરાશાઓના વાદળ ઘેરી લાવ્યા
નીકળ્યા કરવા ઉપાધિઓ દૂર કરવા જીવનમાં, ઉપાધિઓ જીવનમાં વધારી આવ્યા
નીકળ્યા હતા વેરની વસૂલાત કરવા જીવનમાં, ગળે એને તો લપેટી આવ્યા
નીકળ્યા હતા જ્ઞાન પામવા જીવનમાં, શંકાઓનું પોટલું સાથે ઊંચકી લાવ્યા
નીકળ્યા હતા અન્યનો તાગ કાઢવા જીવનમાં, ખુદ તો મપાઈ પાછા આવ્યા
નીકળ્યા હતા અન્યને દિલાસો દેવા, ખુદ તો દિલાસો લઈ આવ્યા
નીકળ્યા હતા દિલનો કચરો સાફ કરવા, દિલ ઉપર તો કચરો વધારી આવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)