Hymn No. 6344 | Date: 11-Aug-1996
|
|
Text Size |
 |
 |
1996-08-11
1996-08-11
1996-08-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12333
છે હાલત માનવીની એવી, કિનારે પહોંચેલી નાવડી જાણે કિનારો શોધે છે
છે હાલત માનવીની એવી, કિનારે પહોંચેલી નાવડી જાણે કિનારો શોધે છે લાંબીને લાંબી સફર પછી, કિનારાના સપનામાં આંખડી એની ઘેરાઈ ગઈ છે નજદીકતાની નજદીકતા છે ભલે નજદીક, નજદીકતાથી તો જ્યાં એ અજ્ઞાન છે શોધી રહ્યો છે જે, છે જે પાસેને પાસે ને સાથેને સાથે, જાણે જળને જળની પ્યાસ લાગી છે કિરણોને કિરણો, વહી રહ્યાં છે કિરણો, કિરણો તો સ્થાન એનું શોધે છે પ્રેરણાંને પ્રેરણાના દીપ જલે છે દિલમાં, તેલ પ્રેરણાનું તોયે એ તો શોધે છે દૃષ્ટિની સામે તે દૃશ્ય છે, તોયે દૃષ્ટિ એમાં કોઈ મનોહર દૃશ્ય શોધે છે ઊંચા ઊંચા શિખરો કરે વાતું આકાશ સાથે, પ્રભુ સાથે મિલન એ તો શોધે છે આકાશ અને સમુદ્રનું મિલન થાય છે ક્ષિતિજે, પ્રેમ પ્રભુનો એમાં એ તો શોધે છે કહેવતોને કહેવતો રચાતી જાય સંસારમાં, વિચારવંત માનવ જીવનનો સાર એમાં શોધે છે ઘટનાઓ ઉપર ઘટનાઓ ઘડાતી રહે છે, ફિલસૂફો એમાંથી જીવનનો જવાબ શોધે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che haalat manavini evi, kinare pahoncheli navadi jaane kinaro shodhe che
lambine lambi saphara pachhi, kinarana sapanamam ankhadi eni gherai gai che
najadikatani najadikata che bhale najadika, najadikatathi to jya e ajnan che
shodhi rahyo che je, che je pasene paase ne sathene sathe, jaane jalane jalani pyas laagi che
kiranone kirano, vahi rahyam che kirano, kirano to sthana enu shodhe che
prerananne preranana dipa jale che dilamam, tela prerananum toye e to shodhe che
drishtini same te drishya chhe, toye drishti ema koi manohar drishya shodhe che
unch uncha shikharo kare vatum akasha sathe, prabhu saathe milana e to shodhe che
akasha ane samudranum milana thaay che kshitije, prem prabhu no ema e to shodhe che
kahevatone kahevato rachati jaay sansaramam, vicharavanta manav jivanano saar ema shodhe che
ghatanao upar ghatanao ghadati rahe chhe, philasupho ema thi jivanano javaba shodhe che
|