વાતોના વડા લાગે ભલે મીઠા, પચાવવા નથી કાંઈ એને સહેલાં
ઝાંઝવાના જળ લાગે ભલે સુંદર, તરસ કાંઈ નથી એ છિપાવી શકવાના
કલ્પનાના ઘોડા દોડાવી દોડાવી, રાજમહેલ નથી કાંઈ રચી શકવાના
દેવામાં આવે ઝેર, ભલે સોનાના જામમાં, નથી કાંઈ કોઈ એ પી શકવાના
જાણ્યા કે સમજ્યા વિનાના મત, નથી કાંઈ કામ એ તો લાગવાના
હરપળે, હરક્ષણે, રહે જાગૃત જે જીવનમાં, નથી કાંઈ ઊંઘતા એ ઝડપાવાના
પડે વરસાદ જ્યાં કમોસમમાં, મબલખ પાક નથી કાંઈ એ દઈ જવાના
ક્ષણજીવી સંજોગોમાં જે ગભરાયા કે ઘસડાયા, નથી કાંઈ એ કરી શકવાના
દુઃખ દર્દની કલ્પનાથી પણ દુઃખ થાય, દુઃખ ક્યાંથી એ જીરવી શકવાના
માંદલા ઘોડા પર કરી સવારી, લાંબી મુસાફરી નથી કરી શકવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)