મનમંદિરિયાની મૂર્તિએ, આજ તો કાંઈ કહેવું છે
છાની છપની પૂજી તેં મને અંતરમહી, આજ કેમ મને તેં રેઢી મૂકી દીધી છે
લક્ષ્ય હતું તારું જે મારામાં, આજ બીજે ક્યાંય તેં એને વાળી દીધું છે
પ્રેમના તાંતણા વિંટાળ્યા હતા જે તેં મારી સાથે, આજ તેં એને બીજે બાંધ્યા છે
થઈને દુઃખી આવે તું પાસે મારી, શું રાહ એની મારે તો જોવાની છે
બાંધ્યો સંબંધ સાથે તેં તો મારી, સંબંધ ભૂલવાનું કારણ તને શું મળ્યું છે
દર્દ વિનાના દર્દ ગોત્યાં જીવનમાં તેં તો, ફાયદો તને એમાં શું મળ્યો છે
માયાના બંધનની વરાળ કાઢી હતી પાસે તેં મારી, આજ કેમ મીઠી તો એ લાગી છે
નાંખી ના દૃષ્ટિ પાછી તેં તારા અંતરમાં, જોઈને રાહ ત્યાં તો હું તો બેઠી છું
પોરસાઈ ઊઠતો હતો કરી દર્શન મારા, આજે એ બધું શું વીસરાઈ ગયું છે
સંભળાય જો શબ્દ તને જો મારા, રાહ મારે શું એની તો જોવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)