કહી દીધું જગને તેં તો ઘણું ઘણું, ભલે તેં તો કાંઈ કહ્યું નથી
દઈ દીધું જગને તેં તો વધુ, ભલે સહુ કહે, તેં તો કાંઈ દીધું નથી
મેળવ્યું ના જગમાં સહુએ તો સમજીને, એ કસૂર કાંઈ તારો નથી
રાખ્યું ના જગને કાંઈ તેં ખાલી, ઇચ્છાઓમાં ખાલી કોઈ માનવી નથી
પાપપુણ્યની પરિભાષામાં અટવાયો, માનવી તને ભૂલ્યા વિના રહ્યાં નથી
વિચારોમાં નાંખી દે તું જગમાં, પ્રેરણા તારા વિના તો બીજી કોઈ નથી
કોમળતાનો સમર્થક તું પ્રભુ, કઠોર બનતા પણ તું અચકાતો નથી
વિષમતાના વારીમાં તરે સહુની નાવડી, તારા વિના તો કોઈ કિનારો નથી
સુખદુઃખની ભરતી ઓટમાં, ઝુલે સહુ માનવી, બાકાત એમાં કોઈ નથી
મળ્યું, મળતું રહેશે જગને, તારા વિના બીજું કોઈ તો દેનાર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)