મારા સપનોની દુનિયાનો રચનારને, સમ્રાટ તો છું એનો હું ને હું
એના કંઈક મહેલોનો રચનાર ને તોડનાર તો છું, એનો તો હું ને હું
મારી ઇચ્છા વિના, પ્રવેશી ના શકે કોઈ એમાં, મારી ઇચ્છાનો ઘડનાર છું હું ને હું
અસંખ્ય દૃશ્યોનો સર્જનહાર, જોનાર ને અનુભવનાર તો છું, એનો તો હું ને હું
એના સુખદુઃખનો તો ભોગવનાર તો છું એકલો, એનો તો હું ને હું
મારા વિચારોને ઇચ્છાઓને સાંકળનાર તો છું, એનો તો હું ને હું
છે મનોહર દુનિયા એ તો મારી, કરું આરામ એમાં તો હું ને હું
કરું કોઈને શિક્ષા, કોઈને વહાલ, છું એનો કરનાર તો હું ને હું
અણગમતી ચીજો જો પ્રવેશે એમાં, ભગાડું એને, એનો ભગાડનાર તો છું હું ને હું
લઈ જાતો નથી કહીને કોઈને સાથે મારી, આવકારું, આવકારનાર એને તો હું ને હું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)