ના સહી શક્યો, ના કહી શક્યો, ના રહી શક્યો, જીવનમાં સંકટમાં એવો જ્યાં તું આવી ગયો
ચાલુ તો ચાલુ કઈ દિશામાં, જ્યાં ચારે દિશામાં અંધકારથી ઘેરાઈ ગયો
કરી કોશિશો સમજવા જીવનને, હર હાલતમાં જીવનને ના સમજી શક્યો
જીવનની હર નિર્ણયની ઘડીમાં, નિર્ણય લેવાનું હું ચૂક્તો ને ચૂક્તો ગયો
સમજવું હતું જીવનમાં ઘણું ઘણું, ખુદ સમજદારીના દ્વાર બંધ કરી બેઠો
જગાવ્યા હૈયે ખોટા વિચારો ને ખોટા ભાવો, હૈયાંમાં તોફાન ઊભા કરી બેઠો
પ્રેમને પામવા જીવનમાં હું તો નીકળ્યો, દૂરથી પ્રેમના કિનારા જોવા કિનારે ના પહોંચી શક્યો
છોડી ના શક્યો જીવનમાં તો જ્યાં, ખોટા વિચારોને ખોટા ભાવો, થયા હૈયાંમાં મૂંઝારા
અદીઠ ડરે ડરાવી દીધો એવો મને અંદર, ધ્રુજી ઊઠયો એમાં તો હું એની અંદર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)