1996-09-01
1996-09-01
1996-09-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12356
તારા મનડાંને, તારા દિલડાંને, શ્વેત વસ્ત્રો ને ભગવા વસ્ત્ર પહેરાવ

સમજીને મહત્ત્વ જીવનમાં રે એનું, સમજીને જીવનમાં એને તું અપનાવ
સજાગ રહેજે જીવનમાં તું, મળી ના જાય જીવનમાં તને ખોટો શિરપાવ
રાખજે વર્તન કાબૂમાં જીવનમાં તારા, પડે સમજાવવું એટલું એને સમજાવ
નરમાશ વગર ચાલશે ના જીવનમાં, નરમાશથી જીવનમાં એને તું નમાવ
કંઈક વાતોમાં પડશે કરવું મજબૂત એને, મજબૂત એવું એને તો બનાવ
રડયો ના જીવનમાં જ્યાં તું અકારણ, જીવનમાં કોઈને ના તું રડાવ
વસ્ત્રો શોભે જીવનમાં તો વર્તનથી, જીવનમાં તારા એ વસ્ત્રોને શોભાવ
કરી હૈયું વિશુદ્ધ વેરાગ્ય ભાવોથી ભરપૂર, એ ભાવોમાં એને છલકાવ
ખોટાં વિચારોને, ખોટાં ભાવોને હૈયાંમાં જાગતા પહેલા, એને તો તું અટકાવ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā manaḍāṁnē, tārā dilaḍāṁnē, śvēta vastrō nē bhagavā vastra pahērāva
samajīnē mahattva jīvanamāṁ rē ēnuṁ, samajīnē jīvanamāṁ ēnē tuṁ apanāva
sajāga rahējē jīvanamāṁ tuṁ, malī nā jāya jīvanamāṁ tanē khōṭō śirapāva
rākhajē vartana kābūmāṁ jīvanamāṁ tārā, paḍē samajāvavuṁ ēṭaluṁ ēnē samajāva
naramāśa vagara cālaśē nā jīvanamāṁ, naramāśathī jīvanamāṁ ēnē tuṁ namāva
kaṁīka vātōmāṁ paḍaśē karavuṁ majabūta ēnē, majabūta ēvuṁ ēnē tō banāva
raḍayō nā jīvanamāṁ jyāṁ tuṁ akāraṇa, jīvanamāṁ kōīnē nā tuṁ raḍāva
vastrō śōbhē jīvanamāṁ tō vartanathī, jīvanamāṁ tārā ē vastrōnē śōbhāva
karī haiyuṁ viśuddha vērāgya bhāvōthī bharapūra, ē bhāvōmāṁ ēnē chalakāva
khōṭāṁ vicārōnē, khōṭāṁ bhāvōnē haiyāṁmāṁ jāgatā pahēlā, ēnē tō tuṁ aṭakāva
|