1996-09-04
1996-09-04
1996-09-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12358
આવ્યું હતું સપનું જીવનમાં તો બહાર બનીને, વેરાન આજે એ તો થઈ ગયું

કહેવું આ બધું જીવનમાં તો કોને, જીવનમાં તો આ બધું કેમ બની ગયું
આશા નિરાશાના ચકડોળે જીવન ચડયું, ચકરાવે જીવન એમાં તો ચડી ગયું
સ્થિર ના એ તો રહ્યું, જીવન ડામાડોળ એમાંને એમાં તો થઈ ગયું
ઉમંગની છોળો ઊભી કરી હૈયાંમાં, આજ ક્યાંને ક્યાં એ તો સરકી ગયું
પડયા ઝીલવા કંઈક પથ્થરોના ઘા તો એણે, છીન્ન ભીન્ન એમાં એ થઈ ગયું
મસ્ત પવનના ઝોકાની જેમ, આવી જીવન સાથે મસ્તી એ તો કરી ગયું
આવતા યાદ જીવનમાં તો એવી, આંખ મારી ભીની એ તો કરી ગયું
માણી ક્ષણો જીવનમાં તો જે એ સપનાની, યાદગાર જીવનમાં એ બની ગયું
ટક્યું ના ભલે એ તો જીવનમાં, ક્ષણભર સ્વર્ગનું સુખ એ તો દઈ ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyuṁ hatuṁ sapanuṁ jīvanamāṁ tō bahāra banīnē, vērāna ājē ē tō thaī gayuṁ
kahēvuṁ ā badhuṁ jīvanamāṁ tō kōnē, jīvanamāṁ tō ā badhuṁ kēma banī gayuṁ
āśā nirāśānā cakaḍōlē jīvana caḍayuṁ, cakarāvē jīvana ēmāṁ tō caḍī gayuṁ
sthira nā ē tō rahyuṁ, jīvana ḍāmāḍōla ēmāṁnē ēmāṁ tō thaī gayuṁ
umaṁganī chōlō ūbhī karī haiyāṁmāṁ, āja kyāṁnē kyāṁ ē tō sarakī gayuṁ
paḍayā jhīlavā kaṁīka paththarōnā ghā tō ēṇē, chīnna bhīnna ēmāṁ ē thaī gayuṁ
masta pavananā jhōkānī jēma, āvī jīvana sāthē mastī ē tō karī gayuṁ
āvatā yāda jīvanamāṁ tō ēvī, āṁkha mārī bhīnī ē tō karī gayuṁ
māṇī kṣaṇō jīvanamāṁ tō jē ē sapanānī, yādagāra jīvanamāṁ ē banī gayuṁ
ṭakyuṁ nā bhalē ē tō jīvanamāṁ, kṣaṇabhara svarganuṁ sukha ē tō daī gayuṁ
|