માંગ માંગ આજ મારી પાસે તો પ્રભુ, આજ મારે તને તો કંઈક દેવું છે
લીધું તારી પાસે જીવનમાં ઘણું ઘણું, આજ મારે તને તો કંઈક દેવું છે
જાણતો નથી છે કઈ કમી પાસે તારી, તું માંગે તે મારે તને તો દેવું છે
કરવું છે બંધ, લેવાનું તો મારે, આજ મારે તને તો દેવું ને દેવું છે
ગયો હતો લેવા તું બલિ પાસે, લેવા મારા દ્વારે તારે આવવાનું છે
વગર માંગે દેવા તું, જ્યાં ત્યાં દેતો, મારા દ્વારે લેવા તારે આવવાનું છે
વિદુરની ભાજી ખાવા તું દોડયો, બોર શબરીના લેવા ગયા, આજ મારા દ્વારે આવવાનું છે
નીશસાકારની રમત ઘણી રમ્યો, મારો મનગમતો આકાર લઈ આવવાનો છે
અત્રિને ઘરે પારણે ઝૂલ્યે, મારા દ્વારે સ્વાગત મારે તારું તો કરવું છે
લેવા શરમાતો નથી જ્યાં હું, લેવા આવે ત્યારે તારે, ના શરમાવાનું છે
ગમશે તને શું, કરતા યાદી એની, ગયો છું થાકી હું, માંગી થાક મારો હટવાનો છે
નથી કોઈ શુક્રાચાર્ય પાસે મારી, મોકલે મને લેવા, તારે તો આવવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)