ગાંડપણ પોષતા જીવનમાં, જઈશ ગાંડો તું તો બની
જીદને પોષતાને પોષતા જઈશ જીવનમાં, તેમાં તું તૂટી
પ્રભુના પ્રેમને સંભારતો જઈશ, જાશે બની એનો તું પ્રેમી
દુઃખના સૂરો વહેતા રાખીશ રોજ, જઈશ બની એમાં તું દુઃખી
કરીશ સંગ ઝાઝો તું કાયાનો, જઈશ લડાઈમાં પહેલાં તું ભાગી
અન્યના બળતા ઘરમાં નાંખવા જઈશ જ્યાં હાથ, જઈશ એમાં તું દાઝી
દુઝતા હૈયાં પર કરે ના કોઈ ઘા, આવશે ઘણું તને તો લાગી
રોકશે રસ્તા અન્યના જો તું, અન્ય પણ દેશે રસ્તા તારા રોકી
વર્તન તારું રાખજે ચોખ્ખું, જીવન તારું જાશે એનાથી શોભી
જીવજે જીવન તારું એવું, જીવન તારું બને સહુને ઉપયોગી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)