Hymn No. 6388 | Date: 22-Sep-1996
|
|
Text Size |
 |
 |
આપી શકું હવાલો તને પ્રભુ, મારા ચરિત્રનો, રાખજે વિશુદ્ધ એને એટલું સ્થિર રહેવા દેજે ચિત્ત એટલું, મારા ચિત્તમાં સ્થિર તને લાવી શકું રહેવા દેજે વિશ્વાસ, અડગ એટલો મારો, નાકે આવે ભલે પાણી, તોયે ના એમાં ડગું કોમળ રહેવા દેજે હૈયું એટલું મારું, હરેક હૈયાંના સ્પંદન તો હું ઝીલી શકું સમજણમાં આપજે તીક્ષ્ણતા તું એટલી, હરેક વાત, સ્પષ્ટપણે સમજી શકું તોફાનો ને વમળોમાં, ખોઊ ના જીવનની સ્થિરતા, સ્થિરતા એમાં જાળવી શકું નયનોની વિમળતા રહે સદા જીવનમાં, વિચલિત કદી એમાં તો ના થાઉં શ્વાસે શ્વાસે રહે સદા રટણ તો તારું, તારા રટણ વિના શ્વાસ ના છોડું મારું તારું, સતાવે ના જીવનમાં મને, મારા તારાના ભેદ હૈયાંમાં ઊભા ના કરું વિશુદ્ધતાના જળમાં મનને નિત્ય સ્નાન કરાવું, હૈયાંને અશુદ્ધતાથી દૂર રાખું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|