છોડયા સાથ જીવનમાં જ્યાં સહુએ, સુખદુઃખે સાથ ના છોડયા રે
સમયના લોલક પર તો રહે છે બંને, છે એક છેડે સુખ, બીજે છેડે દુઃખ વસે છે
જીવનમાં જાય જ્યાં એક તો ઉપર, બીજું ત્યાં તો નીચે તો જાય છે
જીવનમાં તો બંને, ઉપર ને નીચે, નિત્ય તો થાતાને થાતા રહે છે
રહ્યાં ના સાથ વિના એના કદી તો જીવનમાં, રહ્યાં સાથમાં જીવનમાં તો બંને
અપાવે યાદ એક તો બીજાની, ભુલાવે બીજો તો સદા એમાં તો ખુદને
ગણું ક્યાંથી જુદા બંનેને, રહે છે ફૂલ ને કાંટા તો જેમ સાથે તો બંને
એકમાં જઈએ જ્યાં જો હરખાઈ, કરમાઈ જાવું જીવનમાં બીજામાં તો શાને
બની ગયા છે અંગ એ એવા જીવનમાં, જીવનમાં હવે એના વિના તો ના ચાલે
સુખદુઃખથી પરની વાત, બની ગઈ છે પરાઈ, સાધુ સંતો એમાં તો મહાલે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)