માંગ્યું મળ્યું ના જીવનમાં ભલે અમને, ચલાવી લીધું એના વિના અમે
જીવનમાં અમારી આદત તો અમારીને અમારી છે, ચલાવી ના લીધું એના વિના અમે
શું દીધું, શું ના દીધું આદતે, કદી ના એ વિચાર્યું, હતો ખ્યાલ, સદા આદત અમારીને અમારી છે
આશાઓએ તો દગો દીધો જીવનમાં અમને, આદતે દીધો ના દગો તો કદી અમને
મૂક્યા વિષમ સંજોગોમાં કદી તો એણે, પણ આદતે દીધો ના દગો જીવનમાં તો એણે
કદી ગર્વથી કર્યા વખાણ એના, કદી ચૂપ રહ્યાં, છીએ લાચાર, આદત આગળ અમે
નાની મોટી આદત દઈ રહી સાથ જીવન જીવવામાં, ક્યાંથી છોડીએ હવે અમે એને
સંકલ્પે મેળવ્યું ભલે ઘણું જીવનમાં, લાચાર બની જોઈ રહીએ અમે આદતને
સફળતા મળી ઘણી જીવનમાં ભલે, હાથ પડયા હેઠા અમારા આદતની સામે
સુખે દુઃખે નિભાવી લઈએ અમે એને, આદત અમારી તો અમારીને અમારી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)