ત્યારે તમે તો કરશો શું, ત્યારે તમે તો કરશો શું
આધાર બનીને હતી જે આધારશીલા, જીવનમાંથી જાય જો એ હટી
હૈયાંના છુપા ખૂણે, પૂજી હતી જે મૂર્તિ, દગો જાય જો એ તો રમી
પ્રેમના પ્રાંગણમાંથી તો, કાંટા રહે ધીરે ધીરે એમાંથી તો ફૂટી
નયનોના નિર્મળ સરિતામાંથી, ઈર્ષા ને વેરના ઝરણાં જાય જો ફૂટી
સાચવ્યું ખૂબ તનડાંને દિલડાને, જઈશ જો એના હાથમાં તો રમી
સાચવી સાચવી ચાલ્યા ખૂબ જગમાં, એક ડગલું ભી જવાય જ્યાં એમાં ચૂકી
રાહબરની રાહ જોઈ જીવનમાં, મળ્યો ના રાહબર, જાશો એમાં શું અટકી
મળી ના ધારી સફળતા જીવનમાં, જાવું એથી શું જીવનમાં ભટકી
સીધી સાદી બે લીટી મળશે ના કદી જીવનમાં, બનશે વળાંક લેવો જરૂરી
હેત વિનાના હેતના લેશો ના પારખાં, જાશે હેત એમાં તો ખૂટી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)